aama twitteer na phota che
  • સામાન્ય લોકોને લાગે છે કે રાજકારણીઓ અને રાજનેતાઓને સારો પગાર મળે છે. તેમને લાગે છે કે આ ક્ષેત્રમાં આવીને સૌથી વધુ પૈસા કમાઇ શકાય છે. પરંતુ તે જાણતા નથી કે આ ક્ષેત્રમાં લોકપ્રિયતા હોવા છતાં પૈસા ખૂબ ઓછા મળે છે. ભારતના નેતાઓનો પગાર બહુ ઓછો છે. પરંતુ તેઓ અન્ય રીતે કેટલી કમાણી કરે છે તે બીજી બાબત છે. ભારતમાં નેતાઓના પગાર ઓછા છે પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનના વડા પ્રધાનનો પગાર પણ બહુ ઓછો છે. પાકિસ્તાનના વડા પ્રધાનનો પગાર ભારતના નેતાઓ કરતા ઓછો છે. ભારતીય નેતાઓને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના પગાર કરતાં બમણા પૈસા મળે છે.
  • પાકિસ્તાની વડા પ્રધાનની પગાર ની સ્લીપ બહાર આવી

  • તાજેતરમાં જ પાકિસ્તાની મીડિયાએ વડા પ્રધાન ઇમરાન ખાનની પગારની સ્લીપ જાહેર કરી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન ઇમરાન ખાનને ત્યાંના પ્રધાનો કરતા ઓછો પગાર મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વડા પ્રધાન ઇમરાન ખાનને દર મહિને 2.01 લાખ પગાર મળે છે. જો ટેક્સ કાપવામાં આવે તો પછી તેમને દર મહિને 196,979.00 પગાર મળે છે અને જરૂરી ભથ્થાઓ સમાવિષ્ટ કર્યા પછી તે 201,574.00 પર પહોંચે છે. 4,595 ટેક્સ તરીકે વેતનમાંથી કાપવામાં આવે છે. જો પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો પગાર ભારતીય ચલણમાં જોવામાં આવે તો તેનો માસિક પગાર 1 લાખ રૂપિયા છે.
  • ઇમરાન ખાનના પગારની વિગતો નીચે મુજબ છે.
  • મૂળ પગાર - 1,07,280
  • અન્ય માસિક ભથ્થાં - રૂ .50,000
  • એડહોક રાહત ભથ્થું - 21,456 રૂપિયા
  • ટેક્સ કપાત - રૂપિયા 4.595
  • પીએમ ઇમરાન ખાનની ચોખ્ખી આવક (હાથમાં) - 1,96,000 રૂપિયા
  • ઇમરાન ખાને કહ્યું- અમારી પાસે સંસાધનોની અછત છે
  • તેમની તુલનામા અહિના મંત્રીનો દર મહિને અઢિ લાખ રૂપિયા છે અને પંજાબના મુખ્યમંત્રીનો પગાર ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા છે. વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું કે પંજાબ પ્રાંતે તેના પ્રધાનો અને સભ્યોના પગારમાં વધારો કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે એકવાર પાકિસ્તાનનો વિકાસ થાય તો પછી આ પગલું એકદમ યોગ્ય છે. અમારી પાસે હાલમાં સંસાધનોની અછત છે. હમણાં અમારી પાસે બધા નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા સંસાધનો નથી. જણાવી દઈએ કે તાજેતરમાં જ પંજાબ વિધાનસભાએ બુધવારે તેના તમામ પ્રધાનો અને સભ્યોના પગારમાં બમણાથી વધુ વધારો કર્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતમાં પુલવામા હુમલા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત કોઈ પુરાવા વિના તેમના પર દોષારોપણ કરી રહ્યું છે.
  • કોઈપણ પુરાવા વગર આરોપો લગાવવામાં આવ્યા
  • પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનું માનવું હતું કે ભારતના પુલવામા હુમલાનો કોઈ પુરાવા વિના આરોપ લગાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "જો ભારત કોઈપણ પ્રકારની તપાસ કરવા માંગે છે તો અમે તે માટે પણ તૈયાર છીએ". તેમણે કહ્યું "જો પાકિસ્તાને ખરેખર આ હુમલો કર્યો છે તો ભારતન પુરાવો આપે હું કાર્યવાહીની કરવાની બાંહેધરી આપું છું".