• આ દિવસોમાં લગ્નની મોસમ ચાલી રહી છે. ગયા વર્ષે ઘણા શાનદાર લગ્ન થયાં જેના પર લોકોની નજર હતી. જો તમે ભારતની વાત કરો તો અહીં ઘણા લાંબા સમયથી મોટા શાનદાર લગ્ન કરવની પ્રથા ચાલુ છે. લોકો લગ્નમાં પાણી જેમ પૈસા ખર્ચ કરે છે. આ સાથે આ મોટા લગ્નોમાં દહેજ પણ આપવામાં આવે છે. જોકે દહેજ લેતા અને આપતા બંને ગુનામા આવે છે. પરંતુ હજી પણ દહેજ લેવુ અને આપવુ એ ખુબ જ ચાલે છે.

  • કેટલાક લોકો આ વ્યવહારમાં ખૂબ સમર્થન આપે છે. તેઓ તેમની ખુશીઓથી દહેજ આપે છે. પરંતુ કેટલાક લોકો માટે તે એક મોટો બોજો છે. દહેજ આવી જ સમસ્યા છે જેના કારણે ઘણી છોકરીઓને દહેજ ન આપવને કારણે મારી નાખે છે. યોગ્ય દહેજ ન મળતાં સાસરિયાઓ તેમને પરેશાન કરે છે. ત્યારબાદ કેટલીક અપ્રિય ઘટનાઓ પણ બને છે. પરંતુ હજી પણ આ પ્રથા ચાલુ છે. પરંતુ આજે અમે તમને એક લગ્ન વિશે જણાવીશું જે તમે ખુશ થઈ જશો.
  • આ લગ્નમાં જે બન્યું તે એ સદીઓથી ચાલી આવતી પરંપરાની વિરુદ્ધ હતું જે ભૂતકાળમાં થઈ રહ્યું છે તેનાથી અલગ છે અને આજે લગ્ન એક ઉદાહરણ તરીકે જાણીતા છે. તો ચાલો તમને આખી વાત જણાવીએ. હરિયાણાના ખૈરમપુરમાં રહેતા ભજનલાલની પુત્રીના લગ્ન ચૂલીખારદ ગામના રહેવાસી છોટુરામ ખોખરના પુત્ર બલેન્દ્ર સાથે થયા હતા. યુવતીએ લગ્નની સંપૂર્ણ તૈયારી કરી હતી અને દહેજ રૂપે 4 કરોડ આપવા તૈયાર હતી. પણ છોકરો આ બધું લેવાની ના પાડે છે.
  • છોકરાની અનોખી ડિમાન્ડ

  • છોકરાએ છોકરીના માણસોને બદલામાં એવી માંગ કરી હતી જેના બદલામાં છોકરીઓ ચોંકી ઉઠી હતી. સાસરિયાઓએ દહેજમાં ફક્ત 1 રૂપિયાની માંગ કરી હતી. હા તમે બરોબર સાંભળી રહ્યા છો આ આખા લગ્ન માત્ર એક રૂપિયામાં થયા. ત્યારે જ વરરાજા તેના કેટલાક સંબંધીઓ સાથે જાન લાવ્યા અને તેણે દહેજ કે રોકડ વિના લગ્ન કર્યા. આ આશ્ચર્યજનક લગ્નના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
  • લગ્નમાં કોઈ સગીત વગાડીયુ નહી

  • હરિયાણાનો આ વર હવે બધાના દિલ પર રાજ કરી રહ્યો છે. વર અને કન્યા બંને ઉચ્ચ શિક્ષિત છે. તમને જણાવી દઈએ કે બલેન્દ્રએ તેના ગામમાં પણ કોઈ પ્રકારનો પૈસા ખર્ચ કર્યો ન હતો. લગ્નમાં ફક્ત એક રૂપિયો માંગ્યો. જેની સાથે યુવતીએ તેને એક નાળિયેર પણ આપ્યું હતું અને જાન કોઈ વિવાદ વિના શાંતિથી પાછી ફરી હતી